ફેબ્રુવારી 23, 2025 7:09 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ‘સૌ માટે આરોગ્ય’ એતેમની સરકારના સંકલ્પ – ‘સબકા સાથ, સબ કા વિકાસ’નો મુખ્ય આધાર સ્તંભ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 'સૌ માટે આરોગ્ય' એતેમની સરકારના સંકલ્પ - 'સબકા સાથ, સબ કા વિકાસ'નો મુખ્ય આધારસ્તંભ છે. આજે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ ચિકિત્સા અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનો શિલાન્યાસ કરતી વખતે, શ્રીમોદીએ કહ્યું કે આ વર્ષના બજેટમાં કેન્સર સામે લડવા માટે અનેક જાહ...

ફેબ્રુવારી 23, 2025 7:07 પી એમ(PM)

views 12

વાવાઝોડા‘સારા’ને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી છે

વાવાઝોડા‘સારા’ને પગલે ભારતે હોન્ડુરાસને 26 ટન માનવીય સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયજણાવ્યું હતું કે, આ સહાયમાં તબીબી પુરવઠો અને આપત્તિરાહત સામગ્રીનો સમાવેશ થાય છે, જેમાં તબીબી ઉપકરણો, ગ્લુકોમીટર, ઓક્સિમીટર, મોજા, સિરીંજ અને પ્રવાહી, ધાબળા, સ્લીપિંગ મેટ્સ અને સ્વચ્છતા કીટ સામેલછે.

ફેબ્રુવારી 23, 2025 7:04 પી એમ(PM)

views 11

બાંગ્લાદેશમાં,અનેક મેડિકલ કોલેજ-હોસ્પિટલોના નિવાસી તબીબોએ આજે ‘સંપૂર્ણબંધ’ પાળ્યો હતો

બાંગ્લાદેશમાં,અનેક મેડિકલ કોલેજ-હોસ્પિટલોના નિવાસી તબીબોએ આજે 'સંપૂર્ણબંધ' પાળ્યો હતો. જેમાં આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સુધારા સહિતની તેમની પાંચ-મુદ્દાની માંગણીઓ પૂર્ણ કરવાનીમાંગ કરાઇ હતી. નિવાસી તબીબ પરિષદ દ્વારા શરૂ કરાયેલી આ હડતાળથી દાખલ દર્દીઓની સારવાર પર ગંભીર અસર પડી હતી.એક નિવેદનમાં, નિવાસી તબીબ ...

ફેબ્રુવારી 23, 2025 7:01 પી એમ(PM)

views 9

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે  મુલાકાત કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે  મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહેકહ્યું કે દિલ્હીના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જન કલ્યાણકારી નીતિઓમાં અતૂટ વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનો કાર્યકાળ ચોક્કસપણે ...

ફેબ્રુવારી 23, 2025 6:58 પી એમ(PM)

views 12

પાકિસ્તાને ચેતવણી આપી છે કે જે અફઘાન શરણાર્થીઓને અમેરિકા દ્વારા પુનર્વસનમાટે સ્વીકારવામાં નહીં આવે તેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે દેશનિકાલ કરાશે.

પાકિસ્તાને ચેતવણી આપી છે કે જે અફઘાન શરણાર્થીઓને અમેરિકા દ્વારા પુનર્વસનમાટે સ્વીકારવામાં નહીં આવે તેમને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે દેશનિકાલ કરાશે. ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન ઇશાક ડારે જણાવ્યું હતું કે, દેશ આ સંદર્ભમાં તેમનો દેશ અમેરિકા સાથે વાતચીત કરવા તૈયારછે. ગયા મહિને અમેરિકાના રાષ્ટ્રપ્...

ફેબ્રુવારી 23, 2025 6:56 પી એમ(PM)

views 5

પ્રયાગરાજ મહાકુંભમાં આધ્યાત્મિક અનુભવની સાથે, આરોગ્ય સંભાળ પર પણવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે

પ્રયાગરાજ મહાકુંભમાં આધ્યાત્મિક અનુભવની સાથે, આરોગ્ય સંભાળ પર પણવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેના મુખ્ય આકર્ષણોમાંનું એક નેત્ર કુંભ છે, જે દ્રષ્ટિની ક્ષતિનેદૂર કરવા માટે એક પહેલ છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ પહેલ હેઠળ, મેળા વિસ્તારના સેક્ટર-6માં આંખની નિશુલ્ક તપાસ અને ચશ્મા પૂરા પાડવામાં ...

ફેબ્રુવારી 23, 2025 6:52 પી એમ(PM)

views 14

પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામીએ આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન -NEVA પ્રોજેક્ટ હેઠળ ધારાસભ્યો માટે કમ્પ્યુટર તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામીએ આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન -NEVA પ્રોજેક્ટ હેઠળ ધારાસભ્યો માટે કમ્પ્યુટર તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, જે પેપરલેસ વિધાનસભા તરફ એક મોટું પગલું છે. કેન્દ્ર સરકારે 2022માં આ પહેલ માટે 8.16 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. તાલીમ દરમિયાન, ધારાસભ્યોને વિધાનસભાની ...

ફેબ્રુવારી 23, 2025 6:49 પી એમ(PM)

views 10

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આવતીકાલથી શરૂ થશે

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આવતીકાલથી શરૂ થશે. સત્રના પહેલા દિવસે ગૃહના નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પણ આવતીકાલે થશે.સત્રના બીજા દિવસે, દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના ગૃહને સંબોધન કરશે.ઉપરાંત ગત સરકારના કામકાજ સંબંધિત કેગ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. દિલ્હીના ઉ...

ફેબ્રુવારી 23, 2025 2:41 પી એમ(PM)

views 13

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હૉકી પ્રૉ-લીગમાં ગઈકાલે ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે ભવ્ય જીત મેળવી છે.

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હૉકી પ્રૉ-લીગમાં ગઈકાલે ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે ભવ્ય જીત મેળવી છે. ભારતીય પુરુષ ટીમે આયર્લેન્ડને 4-0 થી હરાવ્યું. ભારતે છેલ્લા મૅચમાં પણ આયર્લેન્ડને 3-1 થી મ્હાત આપી હતી. સ્પર્ધામાં હવે આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મૅચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે. ...

ફેબ્રુવારી 23, 2025 2:48 પી એમ(PM)

views 17

ભારતે હોન્ડુરાસને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સારાના પગલે 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે.

ભારતે હોન્ડુરાસને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સારાના પગલે 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આજે મોકલાયેલી ખેપમાં તબીબી પુરવઠો અને આપત્તિ રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતે ધાબળા અને સ્વચ્છતા કીટ સહિતની જરૂરી ચીજ વસ્તુઓ પણ મોકલી આપી છે.