માર્ચ 3, 2025 7:46 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 8મા મુલાકાતી એવોર્ડ્સ જાહેર કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 8મા મુલાકાતી એવોર્ડ્સ જાહેર કર્યા. આ પ્રસંગે બોલતા,. તેમણે દેશમાં સંશોધનને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

માર્ચ 3, 2025 7:45 પી એમ(PM)

views 21

આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની  પહેલી  સેમિફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે

આઈસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની  પહેલી  સેમિફાઇનલમાં આવતીકાલે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે.આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ પહેલા, ભારતે ગઈકાલે રાત્રે દુબઈમાં પોતાની છેલ્લી લીગ મેચમાં ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ભારતે ગ્રુપ-એમાં ત્રણેય ગ્રુપ-...

માર્ચ 3, 2025 7:36 પી એમ(PM)

views 9

ભારત અને બેલ્જિયમે હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં, વિષેશ દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી

ભારત અને બેલ્જિયમે હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં, વિષેશ દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને સંરક્ષણમંત્રી થિયો ફ્રેન્કેન સાથે મુલાકાત કરી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવાના માર્ગો અ...

માર્ચ 3, 2025 7:26 પી એમ(PM)

views 12

રાજ્યમાં 24 કલાક બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડાં સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે  આગાહી કરી છે

રાજ્યમાં 24 કલાક બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડાં સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે  આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહવાની આગાહી છે . આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. દેશમાં ઉત...

માર્ચ 3, 2025 7:25 પી એમ(PM)

views 9

ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોના રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા

ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોના રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 20222-23માં 8 હજાર 233 કરોડ રૂપિયા અને વર્ષ 2023-24માં 9 હજાર 771 કરોડ રૂપિયા એમ કુલ બે વર્ષમા...

માર્ચ 3, 2025 7:24 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાનાં ૧૮ થી ૪૦ વર્ષની લાયકાત ધરાવતા ધો.૧૦ થી ૧૨ પાસ, સ્નાતક, આઈ.ટી.આઈ. પાસ, ડીપ્લોમા તેમજ ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુક ઉમેદવારોને  શૈક્ષણિક લાયકાતનાં તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ, તેમજ જર...

માર્ચ 3, 2025 7:22 પી એમ(PM)

views 12

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઇ છે

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઇ છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારી કાયદામાં થયેલ સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા કરતાં વધુ ટ...

માર્ચ 3, 2025 7:21 પી એમ(PM)

views 9

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને  ગાંધીનગર ખાતે  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને  ગાંધીનગર ખાતે  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.ત્યારે શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્...

માર્ચ 3, 2025 7:18 પી એમ(PM)

views 9

નર્મદા જિલ્લાના રાજપીપલાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો’ યોજાયો હતો

નર્મદા જિલ્લાના રાજપીપલાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો’ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય માયાબેન ચૌધરીએ વિવિધ રોગોની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્વ વિશે સમજણ પુરી પાડી, વધુમાં વધુ લોકોને આયુષ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં પંચાયત હસ્તક ક...

માર્ચ 3, 2025 7:16 પી એમ(PM)

views 10

કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશચંદ્ર દુબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણીજ્ય હરાજી અંગે રોડ શો યોજાયો હતો

કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશચંદ્ર દુબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણીજ્ય હરાજી અંગે રોડ શો યોજાયો હતો. આ પ્રસંગે શ્રી દુબેએ જણાવ્યું કે નવી પદ્ધતિઓથી કોલસા ક્ષેત્રે અનેક કામ થઈ રહ્યા છે. શ્રી દુબેએ ઉમેર્યું કે કોલસા ક્ષેત્રે આજે 3 લાખ લોકોને રોજગારી મળી રહી છે.