સપ્ટેમ્બર 25, 2025 7:59 એ એમ (AM)

views 23

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય આવતીકાલથી ફરીથી ખોલવાની જાહેરાત

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય 26 સપ્ટેમ્બર આવતીકાલથી ફરીથી ખોલવાની જાહેરાત કરી. શરૂઆતમાં ઉદ્યાનની બાગોરી રેન્જ ખોલવામાં આવશે.કોહોરા રેન્જ ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ખુલવાની અપેક્ષા છે, અને હાથી સફારી પહેલી નવેમ્બરથી શરૂ થશે.

સપ્ટેમ્બર 25, 2025 7:54 એ એમ (AM)

views 12

કેન્દ્રીય મંત્રી મંડળે આગામી ત્રણ વર્ષમાં પાંચ હજાર 23 MBBS બેઠકો અને પાંચ હજાર અનુસ્નાતક બેઠકો વધારવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં વર્તમાન સરકારી મેડિકલ કોલેજો અને સંસ્થાઓમાં પાંચ હજાર 23 MBBS બેઠકો અને પાંચ હજાર અનુસ્નાતક બેઠકો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ખર્ચ એ...

સપ્ટેમ્બર 25, 2025 7:50 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ ગ્રેટર નોઈડામાં ઉત્તરપ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શન 2025નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.આ પ્રસંગે રાજ્યના વિવિધ હસ્તકલા, આધુનિક ઉદ્યોગો, ગતિશીલ MSME અને ઉભરતા ઉદ્યોગસાહસિકોનું પ્રદર્શ...

સપ્ટેમ્બર 25, 2025 7:48 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી આજે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર, ફૂડ ટકાઉપણું અને પૌષ્ટિક અને ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવશે.

સપ્ટેમ્બર 25, 2025 7:46 એ એમ (AM)

views 13

ક્રિકેટમાં એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતનો પ્રવેશ

ભારતે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સુપર ફોર મેચમાં બાંગ્લાદેશને 41 રનથી હરાવીને એશિયા કપ 2025ના ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા જેમાં અભિષેક શર્માએ 75 રન અને હાર્દિક પંડ્યાએ 38 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી સૈફ હસને 6...

સપ્ટેમ્બર 24, 2025 7:47 પી એમ(PM)

views 16

કેન્દ્રીય મંત્રીમંડળે દેશના જહાજ નિર્માણ અને દરિયાઈ માળખાને પુનર્જીવિત કરવા 69 હજાર કરોડથી વધુની પ્રોત્સાહન રકમ મંજૂર કરી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારતના જહાજ નિર્માણ અને દરિયાઈ માળખાને પુનર્જીવિત કરવા 69 હજાર 725 કરોડ રૂપિયાના વધુની પ્રોત્સાહન રકમને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ પ્રોત્સાહન રકમ સ્થાનિક ક્ષમતાને મજબૂત કરવા, લાંબાગાળાના ધિરાણમાં સુધારા અને ગ્ર...

સપ્ટેમ્બર 24, 2025 7:46 પી એમ(PM)

views 28

વાવાઝોડા “રાગાસા”એ તાઇવાન, હૉન્ગકૉન્ગ, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીનમાં તારાજી સર્જી

વાવાઝોડા “રાગાસા”એ તાઇવાન, હૉન્ગકૉન્ગ, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીનમાં માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડી તારાજી સર્જી છે. વાવાઝોડાના કારણે તાઇવાનમાં 14 લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તાઇવાનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે તારાજી સર્જી રહ્યું છે. દરમિયાન ફિ...

સપ્ટેમ્બર 24, 2025 7:13 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કળાને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવાનું સશક્ત માધ્યમ ગણાવ્યું. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આર્થિક શક્તિ તરીકે વધતી પ્રતિષ્ઠાની સાથે સાથે ભારતની સાંસ્કૃતિક શક્તિ તરીકે પોતાની ઓળખને મજબૂત કરવા માટે સામૂહિક પ્રયાસની જરૂરિયાત પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં આજે લલિત કળા અકાદમી દ્વારા યોજાયેલી 64-મા રાષ્ટ્રીય કળા પ્રદર્શનીના પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિએ કહ્યું, કળા સાં...

સપ્ટેમ્બર 24, 2025 6:55 પી એમ(PM)

views 15

રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી.

રાજ્યમાં નવા 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 26...

સપ્ટેમ્બર 24, 2025 6:54 પી એમ(PM)

views 19

ભારતે અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવના આયોજન માટે પ્રસ્તાવ રજૂ કર્યો.

ભારતે રાષ્ટ્રમંડળ રમતોની મૂલ્યાંકન સમિતિ સમક્ષ અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સભ્યો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના અધિકારીઓનો સમાવેશ કરતી અધિકારીઓની ભારતીય ટીમ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાયો. જેનું નેતૃત્વ રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સં...