ઓક્ટોબર 9, 2025 3:59 પી એમ(PM)

views 24

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણામાં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણામાં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું. તેમાં વિવિધ ક્ષેત્રની અત્યાધુનિક નવિનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલૉજીનું પ્રદર્શન જોવા મળશે. ટ્રેડ શૉ અને ...

ઓક્ટોબર 9, 2025 3:58 પી એમ(PM)

views 22

ગાંધીનગરમાં દહેગામના બહિયલ ગામમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અસામાજિક તત્વોની 186 જેટલી મિલકતને તોડી પાડવામાં આવી

ગાંધીનગરમાં દહેગામના બહિયલ ગામમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અસામાજિક તત્વોની 186 જેટલી મિલકતને તોડી પાડવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન કાયદાનો ભંગ કરનારા 50 જેટલા લોકોની ગત 10 દિવસથી તપાસ કરી આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઓક્ટોબર 9, 2025 3:56 પી એમ(PM)

views 13

વૈશ્વિક અસ્થિરતાના સમયમાં, ભારત અને યુકેની ભાગીદારી આર્થિક પ્રગતિનો એક મહત્વપૂર્ણ સ્તંભ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટાર્મર સાથે વાટાઘાટો કરી. આ બેઠકમાં વેપાર, સંરક્ષણ અને સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત-યુકે સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. બ્રિટિશ પ્રધાનમંત્રી સ્ટાર્મર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શ્રી મોદીએ કહ્ય...

ઓક્ટોબર 9, 2025 3:54 પી એમ(PM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 11 તારીખ સુધી રાજ્યનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 11 તારીખ સુધી રાજ્યનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે. આજે સાંજે તેઓ રાજકોટ પહોંચશે. આવતીકાલે સુશ્રી મુર્મૂ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. 11 તારીખે સુશ્ર...

ઓક્ટોબર 9, 2025 3:53 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારત બનાવવા દેશની દ્રઢ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા પાયા તરીકે વિ...

ઓક્ટોબર 9, 2025 3:52 પી એમ(PM)

views 12

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઇ અંગે વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા સામે પંજાબમાં સખ્યાબંધ લોકો સામે ફરિયાદ

પંજાબમાં, રાજ્ય પોલીસે સોશિયલ મીડિયા પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈ વિરુદ્ધ વાંધાજનક અને ગેરકાયદેસર પોસ્ટ કરવા બદલ ઘણા લોકો સામે અનેક પ્રાથમિક માહિતી અહેવાલો (FIR) નોંધ્યા છે. CJI ને લક્ષ્ય બનાવતા સોથી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરાયેલી પોસ્ટ્સ અને વીડિયો અંગે અસંખ્ય ફરિયાદ...

ઓક્ટોબર 9, 2025 3:50 પી એમ(PM)

views 178

મહિલા વિશ્વકપ ક્રિકેટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મૂકાબલો

ICC મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વ કપમાં, આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બપોરે 3 વાગ્યે વિશાખાપટ્ટનમમાં મેચ રમાશે. દરમિયાન ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 107 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયાએ આપેલા 222 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાને 36.3 ઓવરમાં 114 રન બનાવ્યા. અગાઉ ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 9 વ...

ઓક્ટોબર 9, 2025 8:17 એ એમ (AM)

views 61

‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ ઝૂંબેશ હેઠળ પત્રકારોની આરોગ્ય ચકાસણીનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો

પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ, 'ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા' કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે, જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી થયો છે. ગત વર્ષે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ ક...

ઓક્ટોબર 9, 2025 8:17 એ એમ (AM)

views 100

વિકાસ સપ્તાહ અંતર્ગત આજે રાજ્યભરમાં પોષણ દિવસ મનાવાશે

વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યમાં બે દિવસમાં વિવિધ સ્થળોએ સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિકાસની થીમ સાથે ઉજવણી થઇ રહી છે. તંત્ર દ્વારા આયોજિત નિબંધ, વક્તૃત્વ, ચિત્રસ્પર્ધા, ઓનલાઈન ક્વિઝ, વ્યાખ્યાનમાળા, વિકાસ પદયાત્રા તેમજ વિવિધ સેમિનાર એમ કુલ ચાર હજાર 579 કાર્યક્રમોમ...

ઓક્ટોબર 9, 2025 7:40 એ એમ (AM)

views 36

રાજ્યમાં 24 કલાકમાં અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થઈ જાય થઈ જવાની આગાહી

રાજ્યમાં 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થઈ જશે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 10થી લઈને 16 ઓક્ટોબર સુધી ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના બંને ક્ષેત્રોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. ત...