ઓક્ટોબર 19, 2025 7:11 પી એમ(PM)

views 66

આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે જ્યારે આવતીકાલે નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ ભારે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

ઓક્ટોબર 19, 2025 3:35 પી એમ(PM)

views 19

મહેસાણામાં કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ.

મહેસાણામાં કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અપાયા. આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્ય દ્વારા માર્ગ સમારકામ, રીસર્વે, સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તે અંગે જિલ્લા કલેકટ...

ઓક્ટોબર 19, 2025 3:34 પી એમ(PM)

views 36

GST બચત ઉત્સવ, સમાજના તમામ વર્ગના લોકોને આપી રહ્યો છે લાભ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ અને 22મી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલ GST બચત ઉત્સવ, સમાજના તમામ વર્ગના લોકોને લાભ આપી રહ્યો છે. ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં GSTમાં ઘટાડો થતાં લોકો સરકારનો આભાર માની રહ્યા છે.

ઓક્ટોબર 19, 2025 3:31 પી એમ(PM)

views 23

કચ્છના સુરજબારી પુલ નજીક શિકારપુર ચોકડી પાસે મોડી રાત્રે ભુજથી અમદાવાદ જતી ખાનગી મુસાફર બસમાં આગ લાગવાની ઘટના બની

કચ્છ જિલ્લાના સુરજબારી પુલ નજીક શિકારપુર ચોકડી પાસે મોડી રાત્રે ભુજથી અમદાવાદ જતી ખાનગી મુસાફર બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે ડ્રાઇવર અને સ્ટાફની સતર્કતાથી સમય રહેતા તમામ મુસાફરોને સલામત રીતે ઉતારી દેતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા ભચાઉ ફાયર મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર ક...

ઓક્ટોબર 19, 2025 3:29 પી એમ(PM)

views 11

તાપીના નિઝરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત…

તાપીના નિઝરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. વેલદા ટાંકી નજીક થયેલા અકસ્માતમાં 9 લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે રિક્ષામાં 4 અને કારમાં 5 લોકો સવાર હતા.

ઓક્ટોબર 19, 2025 3:05 પી એમ(PM)

views 13

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલ હોલ્ડિંગ એરિયા મુસાફરો માટે સુવિધાપૂર્ણ

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બનાવવામાં આવેલ હોલ્ડિંગ એરિયા મુસાફરોના અનુભવમાં નોંધપાત્ર સુધારો કરી રહ્યું છે. શ્રી વૈષ્ણવ ગઈકાલે રાત્રે તહેવારોની મોસમ દરમિયાન સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે પેસેન્જર ફ...

ઓક્ટોબર 19, 2025 3:04 પી એમ(PM)

views 73

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા,મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધી

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય જનતા દળ - RJDના નેતા અને મહાગઠબંધન ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ તેજસ્વી પ્રસાદ યાદવને આ મડાગાંઠનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.પ્રથમ તબક્કામાં મતદાન થનારા અનેક મતવિસ્તારોમાં કોંગ્રેસ, RJD અને ડાબેરી પક્ષોના...

ઓક્ટોબર 19, 2025 3:03 પી એમ(PM)

views 11

ભારતીય રેલ્વેએ રજાઓના દિવસોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે દેશભરમાં સેંકડો વિશેષ ટ્રેનો શરૂ કરી

ભારતીય રેલ્વેએ રજાઓના દિવસોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે દેશભરમાં સેંકડો વિશેષ ટ્રેનો શરૂ કરી છે. ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળોએ મુસાફરોની માંગ વધુ હોવાના અહેવાલ છે, જેમાં આ અઠવાડિયે ચેન્નાઈમાં 18 લાખથી વધુ લોકો તેમના વતનમાં તહેવારોની ઉજવણી કરશે. તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમે 20,000 થી વધુ ખ...

ઓક્ટોબર 19, 2025 3:01 પી એમ(PM)

views 11

નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી માટે અયોધ્યા સજ્જ થયું

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે ભગવાન શ્રી રામના પુનરાગમનની ઉજવણી માટે શહેર દીવાઓથી ઝળહળશે. સમગ્ર શહેરમાં 26 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગયા વર્ષના રેકોર્ડને તોડવાની તૈયારી કરાઇ રહી છે. આ વર્ષે પવિત્ર સરયુ નદીને રામ કી પૌરી સહિત 56 ઘાટ પર માટીના દીવાઓ...

ઓક્ટોબર 19, 2025 2:56 પી એમ(PM)

views 43

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં રમાનારી ત્રણ દેશો વચ્ચેની આગામી T-20 શ્રેણીનો બહિષ્કાર કર્યો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ નવેમ્બરના અંતમાં પાકિસ્તાનમાં રમાનારી ત્રણ દેશો વચ્ચેની આગામી T-20 શ્રેણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરાયેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ સ્થાનિક ક્રિકેટરો - કબીર આગા, સિબગતુલ્લાહ અને હારુનના મોત ...