ઓક્ટોબર 27, 2025 7:16 પી એમ(PM)

views 16

એકતાનગર ખાતે 31 તારીખે સરદાર પટેલની 150-મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે યોજાનારા કાર્યક્રમોને આખરી ઓપ અપાયો

નર્મદામાં એકતાનગર સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આગામી 31 તારીખે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાનારા કાર્યક્રમ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડ જેવી આ વર્ષે 31 તારીખે એકત...

ઓક્ટોબર 27, 2025 7:15 પી એમ(PM)

views 13

રાજ્યભરમાં રહેતા ઉત્તર ભારતીયોએ અસ્ત થતાં સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી છઠપૂજાની ઉજવણી કરી

વરસાદી માહોલ વચ્ચે રાજ્યભરમાં રહેતા ઉત્તર ભારતીયોએ અસ્ત થતાં સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી છઠપૂજાની ઉજવણી કરી. સુરત અને અમદાવાદમાં શ્રદ્ધા અને ભક્તિના પાવન પર્વ છઠપૂજાની ઉત્સાહભેર ઉજવણી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે છઠી મૈયાની પૂજા માટે છઠપૂજા ઘાટ બનાવાયો હતો. મુખ્યમંત્રી...

ઓક્ટોબર 27, 2025 7:12 પી એમ(PM)

views 22

કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત 29થી 31 તારીખ સુધી નારંગી ચેતવણી સ...

ઓક્ટોબર 27, 2025 2:24 પી એમ(PM)

views 26

સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને તેમના દ્વારા ડિજિટલ ધરપકડ સાથે જોડાયેલા કેસ અંગે દાખલ કરાયેલા F.I.R.ની વિગત જણાવવા નૉટિસ આપી

સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને તેમના દ્વારા ડિજિટલ ધરપકડ સાથે જોડાયેલા કેસ અંગે દાખલ કરાયેલા પ્રાથમિક માહિતી અહેવાલ – F.I.R.ની વિગત જણાવવા નૉટિસ આપી છે. અદાલતે દેશમાં વધતી ડિજિટલ ધરપકડની ઘટનાઓને ધ્યાને લઈ તમામ કેસન તપાસ કેન્દ્રીય તપાસ સંસ્થા – C.B.I.ને સોંપવા અંગે પણ વિચાર ...

ઓક્ટોબર 27, 2025 2:23 પી એમ(PM)

views 51

‘GP-SMASH’ દ્વારા અત્યાર સુધીમાં 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ કરાયો.

સોશિયલ મીડિયા મારફતે નાગરિકો સાથે જોડાવા ગુજરાત પોલીસે શરૂ કરેલી પહેલ ગુજરાત પોલીસ-સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ એટલે કે ‘GP-SMASH’ દ્વારા અત્યાર સુધીમાં 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ કરાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ...

ઓક્ટોબર 27, 2025 2:22 પી એમ(PM)

views 21

રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓએ આજે પદભાર સંભાળ્યો.

રાજ્યની નવી રચાયેલી મંત્રી પરિષદના કેટલાક મંત્રીઓએ આજે પદભાર સંભાળ્યો. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વન અને પર્યાવરણ મંત્રી તથા રમણ સોલંકીએ અન્ન- નાગરિક પુરવઠા મંત્રી વિધિવત પદભાર સંભાળ્યો. કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા તથા આદિજાતિ રાજ્ય મંત્રી પી.સી.બરંડાએ પણ ભગવાનની પૂજા-અર્ચના બાદ આજે પદગ્રહણ ક...

ઓક્ટોબર 27, 2025 2:21 પી એમ(PM)

views 24

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 11 પંચાયત અને નગર પાલિકાના 3 વોર્ડ માં 5 નવેમ્બરના રોજ ચૂંટણી યોજશે.

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 11 પંચાયત અને નગર પાલિકાના 3 વોર્ડ માં 5 નવેમ્બરના રોજ ચૂંટણી યોજશે. ચૂંટણી પહેલા મતદાતાઓમાં EVM મશીન અને મતદાન વિશે જાગરૂકતા વધારવા ચૂંટણી વિભાગ દ્વારા શિબિર યોજાઇ, જેમાં નવા મતદાતાઓને મતદાન વિશે વિશેષ સમજણ અપાઈ હોવાનું મદદનીશ રિટર્નિંગ ઓફિસર આરતી અગ્રવાલે જણાવ્યું.

ઓક્ટોબર 27, 2025 2:21 પી એમ(PM)

views 23

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયો છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભાવનગરના મહુવામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાલિતાણાનો શેત્રુંજી બંધ ફરી એક વાર ...

ઓક્ટોબર 27, 2025 2:12 પી એમ(PM)

views 18

સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા ફરિયાદોની વિગતો માંગી.

સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલો (FIR) ની વિગતો માંગી છે. દેશમાં વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો, જેમાં લોકો છેતરપિંડી કરનારાઓ દ્વારા લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે, તેનું અવલોકન કરીને, સર્વોચ્ચ અદ...

ઓક્ટોબર 27, 2025 2:11 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નંં ઉદ્ઘાટન કરતાં કહ્યું, દરિયાઇ ક્ષેત્રનું દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત દરિયાકિનારાની દ્રષ્ટિએ એક ઉભરતુ રાષ્ટ્ર છે અને દરિયાઇ ક્ષેત્રનુ પણ દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના ...