નવેમ્બર 6, 2025 3:40 પી એમ(PM)

views 15

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શિશ ઝૂકાવી પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શિશ ઝૂકાવી પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો. તેમણે રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વાર કચ્છ આવેલા શ્રી સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું. ઉલ્લેખનીય છે કે, 30 ભારતીય પો...

નવેમ્બર 6, 2025 9:45 એ એમ (AM)

views 35

રાષ્ટ્રીય સ્તરની અબેકસ માનસિક અંકગણિત સ્પર્ધામાં મહેસાણાનો કર્ણસિંહ રાજવંશી વિજેતા

મહેસાણા જિલ્લાના બુટા પાલડી ગામના કર્ણસિંહ રાજવંશીએ નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી બેંગલોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની અબેકસ માનસિક અંકગણિત સ્પર્ધામાં વિજેતા બન્યો છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં કર્ણસિંહે ઉત્તમ ...

નવેમ્બર 6, 2025 9:40 એ એમ (AM)

views 10

ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે શામળાજીના મેળાનું સમાપન

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પાંચ દિવસીય કાર્તિકી પૂનમના મેળાનું ગઇકાલે સમાપન થયું. પાંચ દિવસ દરમિયાન વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.. અહીં નજીકમાં આવેલા નાગધકાકુંડનું પણ અનેરૂ મહત્વ હોય છે, જ્યાં ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.

નવેમ્બર 6, 2025 9:40 એ એમ (AM)

views 103

રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની આવતીકાલે રાજ્યભરમાં ઉજવણી કરાશે

સમગ્ર દેશમાં આવતીકાલે રાષ્ટ્ર ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરાશે. ત્યારે તેની ઉજવણી માટે રાજ્યમાં પણ વિશેષ આયોજન કરાયું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે આવતીકાલે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શ...

નવેમ્બર 6, 2025 9:38 એ એમ (AM)

views 10

રાજ્યની શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

રાજ્યની તમામ શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. અંદાજે 54 હજાર શાળાઓમાં ગઇકાલે 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થયું. જોકે કોલેજોમાં એક દિવસ મોડું વેકેશન પડ્યું હોવાથી આવતીકાલથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શાળાઓમાં 3જી મે 2026 સુધી 144 દિવસનું બીજું શૈક્ષણિક સત્ર રહેશે. જ્યારે 4 મે થી ઉન...

નવેમ્બર 6, 2025 9:35 એ એમ (AM)

views 8

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે 30 IPS અધિકારીઓ સાથે કચ્છના સરહદી ગામોની મુલાકાત લેશે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે 30 વરિષ્ઠ IPS અધિકારીઓ સાથે કચ્છ જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદનાં ગામડાઓની મુલાકાત લેશે. આ દરમિયાન શ્રી સંઘવી સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે,જ્યાંથી તેમના આ પ્રવ...

નવેમ્બર 6, 2025 9:33 એ એમ (AM)

views 29

ટ્રમ્પ દ્વારા 100થી વધુ દેશોની આયાત પર ટેરિફ નક્કી કરવાની કાયદેસરતા પર અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને શંકા

અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપ્યો છે. 1977ના આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ અધિનિયમનો ઉપયોગ કરીને વેપાર ખાધ ઓછી થાય અને અમેરિકામાં વધુ ઉત્પાદન થાય તે માટે 100થી વધુ દેશોની આયાત પર એકપક્ષીય ટેરિફ નક્કી કરવાની ટ્રમ્પની કાર્યવાહીની કાયદેસરતા પર શંકા વ્યક્ત ...

નવેમ્બર 6, 2025 9:32 એ એમ (AM)

views 15

ભારતીય નૌકાદળમાં આજે કોચી ખાતે ઇક્ષક જહાજને ઔપચારિક રીતે સેવામાં સામેલ કરાશે

ભારતીય નૌકાદળમાં આજે કોચીના નેવલ બેઝ ખાતે ઇક્ષક જહાજને ઔપચારિક રીતે સેવામાં સામેલ કરશે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીની હાજરીમાં કમિશનિંગ સમારોહ યોજાશે. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી કે, ઇક્ષક સર્વે વેસલ વર્ગના ત્રીજા અને દક્ષિણ નૌકાદળ કમાન્ડમાં સ્થિત પ્રથમ જહાજ સાથે ભારતીય નૌકાદળની હાઇડ્રોગ્...

નવેમ્બર 6, 2025 9:32 એ એમ (AM)

views 39

ચુસ્ત સલામતી વ્યવસ્થા વચ્ચે બિહારની 121 વિધાનસભા બેઠકો માટેનુ પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આજે યોજાયો છે. આ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. સવારે સાત વાગ્યે શરૂ થયેલુ મતદાન સાંજે છ વાગ્યા સુધી યોજાશે. સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરાઇ છે.સમગ્ર દેશ ઉપર જેની નજર છે એવી બિહાર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું ...

નવેમ્બર 6, 2025 9:31 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મતદાતાઓને અપીલ કરતાં કહ્યું કે, પહેલા મતદાન બાદમાં જલપાન

બિહારમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા મતદાન બાદમાં જલપાનના સંદેશ સાથે બિહારના મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પહેલીવાર મતદાન કરી રહેલા મતદાતાઓને પણ અભિનંદન પાઠવ્યા હતાં.