નવેમ્બર 7, 2025 7:34 એ એમ (AM)

views 28

ભારતીય હોકીના 100 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે રાષ્ટ્રવ્યાપી ઉજવણી

ભારતીય હોકીના 100 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવશે. શતાબ્દી ઉજવણીના ભાગ રૂપે 550 જિલ્લાઓમાં એક હજાર 400થી વધુ મેચો યોજાશે. મુખ્ય કાર્યક્રમ સવારે 8:30 વાગ્યે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે શરૂ થશે, જેમાં ભારતીય હોકીની ભવ્ય યાત્રા દર્શાવતી ઘણી ...

નવેમ્બર 6, 2025 7:57 પી એમ(PM)

views 32

બિહારમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ – સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. ૧૮ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૧ મતવિસ્તારોમાં સાંજે ૫ વાગ્યા સુધી ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.આ તબક્કો ભાજપના ઉમેદવારો અને નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત અનેક અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે...

નવેમ્બર 6, 2025 7:55 પી એમ(PM)

views 31

મહિલા ક્રિકેટ વિશ્વકપ વિજેતા ભારતીય ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 વિજેતા ભારતીય મહિલા ટીમના સભ્યોએ આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ ટીમને અભિનંદન આપતા કહ્યું હતું કે તેઓએ ઇતિહાસ રચ્યો છે અને યુવા પેઢી માટે રોલ મોડેલ બન્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું ક...

નવેમ્બર 6, 2025 7:54 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કતારમાં રોમાનિયા અને રશિયાના સંબંધિત મંત્રાલયના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે દોહામાં સામાજિક વિકાસ પરના બીજા વિશ્વ શિખર સંમેલન દરમિયાન રોમાનિયા અને રશિયાના સંબંધિત મંત્રાલયના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. તેમણે કતારના સામાજિક વિકાસ અને પરિવાર મંત્રી બુથૈના બિન્ટ અલી અલ જાબેર અલ નુઆઈમીને પણ મળ્યા હતા. ડૉ. માંડવિયાએ એક સોશિય...

નવેમ્બર 6, 2025 7:53 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ નવી દિલ્હીમાં શ્રીલંકાના વિપક્ષી નેતા સજીત પ્રેમદાસા સાથે મુલાકાત કરી

કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં શ્રીલંકાના વિપક્ષી નેતા સજીત પ્રેમદાસા સાથે મુલાકાત કરી. શ્રી નડ્ડાએ તેમને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે પાયાના સ્તરે કાર્ય કરે છે અને તેની લોકો-કેન્દ્રિત નીતિઓ ભારતની વિકાસ યાત્રાને કેવી રીતે માર્ગદર્શન આપી રહી છે તે અંગે માહિતી આપી. રાજકીય પક્ષો ન...

નવેમ્બર 6, 2025 7:52 પી એમ(PM)

views 16

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે ચોથી મેચમાં ઑસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું.

ટી-ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે આજે ચોથી મેચમાં ઑસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી છે, ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા 18 ઓવર બે બોલમાં 119 રને જ ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સૌથી વધુ 46 રન શુબ...

નવેમ્બર 6, 2025 7:20 પી એમ(PM)

views 13

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના સરહદી ગામ પુનરાજપરની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છના પ્રવાસ દરમિયાન ભારત-પાકિસ્તાન સરહદી પુનરાજપર ગામની મુલાકાત લીધી. ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક-આર્થિક સ્થિતિ તથા રહેણીકરણીથી અવગત થવા શ્રી સંઘવી લખપત તાલુકાના પુનરાજપર ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગ્રામજનોને સંબોધિત કર્યા હતા. શ્રી સંઘવીએ કહ્યું, કચ્છન...

નવેમ્બર 6, 2025 7:19 પી એમ(PM)

views 20

CID ક્રાઈમે ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ડિજિટલ ધરપકડથી 11 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી

ગુનાહિત તપાસ વિભાગ- C.I.D. ક્રાઈમના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રએ ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ડિજિટલ ધરપકડ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ સરકારી સંસ્થાઓના નામે નાગરિકો પાસેથી 11 કરોડ 42 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કરી હોવાનું જણાયું છે. આરોપીઓ કેન્દ્ર સરકારની સંસ્થાઓના નામે લોકોની ડિજિટલ ધરપકડ અ...

નવેમ્બર 6, 2025 7:18 પી એમ(PM)

views 54

રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાને દોઢસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે

દેશના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે. તેના ભાગરૂપે આવતીકાલે સાત નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યેને 10 મિનિટ સુધીનો રહેશે. આવતીકાલે સવારે સાડા નવ વા...

નવેમ્બર 6, 2025 7:17 પી એમ(PM)

views 24

રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વરસાદની શક્યતા નહીંવત્ – ઠંડીમાં વધારો થવાની સંભાવના.

રાજ્યમાં આગામી 12 તારીખ સુધી વાતાવરણ સુકું રહેશે. જ્યારે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે.