નવેમ્બર 13, 2025 9:37 એ એમ (AM)

views 23

છેલ્લા દાયકામાં ભારતમાં ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો

છેલ્લા દાયકામાં ભારતમાં ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો થયો છે, જે વૈશ્વિક સરેરાશ 12 ટકા કરતા લગભગ બમણો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વૈશ્વિક ટીબી અહેવાલ 2025 મુજબ, દેશમાં ટીબીના દર્દીઓની સંખ્યા 2015માં પ્રતિ લાખ વસતિમાં 237 હતી, તે ઘટીને 2024માં પ્રતિ લાખ 187 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભા...

નવેમ્બર 13, 2025 9:36 એ એમ (AM)

views 22

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડાના નાયગ્રામાં G7 વિદેશ મંત્રીઓની બેઠક “ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજો પર આઉટરીચ સત્ર” માં ભાગ લીધો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડાના નાયગ્રામાં G7 વિદેશ મંત્રીઓની બેઠક "ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજો પર આઉટરીચ સત્ર" માં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન, ડૉ. જયશંકરે ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને બંને મુદ્દાઓ પર નિર્ભરતા ઘટાડવા, આગાહીને મજબૂત કરવા અને સ્થિતિસ્થાપકતા બનાવવા માટેની જરૂરિયાત વિશે ...

નવેમ્બર 13, 2025 9:34 એ એમ (AM)

views 27

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને બંધારણ 130મો સુધારા ખરડો, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા ખરડો 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારા ખરડો, 2025ની તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. 31 સભ્યોની સમિતિમાં ભાજપના 15 સાંસદ, NDAના સાથી પક્ષોના 11, વિપક્ષના ચાર અન...

નવેમ્બર 13, 2025 9:21 એ એમ (AM)

views 28

કેન્દ્રીય મંત્રીમંડળે કાર વિસ્ફોટની આતંકી ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટની આતંકી ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો છે. નિર્દોષ જીવ ગુમાવનારા લોકોના માનમાં મંત્રીમંડળે બે મિનિટનું મૌન પાળ્યું. મંત્રીમંડળે રાષ્ટ્રીય સુરક્ષા અને દરેક નાગરિકની સલામતી પ્રત્યેની તેની સ્થાયી પ્રતિબદ્ધતા સાથે સુસં...

નવેમ્બર 13, 2025 9:20 એ એમ (AM)

views 15

વિશેષ સઘન સુધારણાના બીજા તબક્કામાં 37 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ કરાયું

ચૂંટણી પંચે માહિતી આપી કે, 4 નવેમ્બરે વિશેષ સઘન સુધારણા-SIRનો બીજો તબક્કો શરૂ થયા બાદ મતદારોમાં 37 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ કરાયું છે.આ તબક્કામાં આવરી લેવામાં આવનાર કુલ 51 કરોડ મતદારોમાંથી તે 70 ટકા છે. પંચે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10 કરોડ 80 લાખ ફોર્મ સોંપવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ...

નવેમ્બર 13, 2025 9:18 એ એમ (AM)

views 14

ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂષણખોરો સાથે સંકળાયેલ અલ-કાયદા ગુજરાત આતંકવાદી ષડયંત્રના સંદર્ભમાં NIAના પાંચ રાજ્યોમાં દરોડા

ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલ અલ-કાયદા ગુજરાત આતંકવાદી કાવતરા કેસના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAએ ગઈકાલે પાંચ રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા.NIAએ ગુજરાત, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય અને હરિયાણામાં અનેક સ્થળોએ વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરોની તપાસ કરી હતી. એજન...

નવેમ્બર 13, 2025 9:17 એ એમ (AM)

views 33

નિકાસકારો માટે નવી ધિરાણ ગેરંટી યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી – દિલ્હી કાર વિસ્ફોટમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર

કેન્દ્રીય મંત્રીમંડળે નિકાસકારો માટે નવી ક્રેડિટ ગેરંટી યોજનાને મંજૂરી આપી છે, જે MSME સહિત નિકાસકારોને 100 ટકા ક્રેડિટ ગેરંટી ઓફર કરે છે. આ યોજના 20 હજાર કરોડ સુધીનું વધારાનું ધિરાણ પૂરું પાડશે, જે ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળના નિર્ણયો વિશે મીડિયાને મા...

નવેમ્બર 13, 2025 9:15 એ એમ (AM)

views 19

બોત્સ્વાના આજે ભારતને સ્થાનાંતરણ માટે ચિત્તા સોંપશે

બોત્સ્વાના આજે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતને સ્થાનાંતરણ માટે ચિત્તા સોંપશે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના બોત્સ્વાના સમકક્ષ ડુમા બોકો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોના અંતે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.ભારત અને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ ગેબોરોન નજીક ચિત્તાઓને મુક્ત કર...

નવેમ્બર 13, 2025 9:14 એ એમ (AM)

views 31

FIDE ચેસ વિશ્વ કપમાં, ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસી, આર પ્રજ્ઞાનંધા અને પેન્ટલા હરિકૃષ્ણ આજે ગોવામાં રાઉન્ડ-4 ટાઇ-બ્રેક રમશે

FIDE ચેસ વિશ્વ કપમાં, ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગાઇસી, આર પ્રજ્ઞાનંધા  અને પેન્ટલા હરિકૃષ્ણ આજે ગોવામાં રાઉન્ડ-4ટાઇ-બ્રેક રમશે. આ મુકાબલો બપોરે 3 વાગ્યે શરૂ થશે. અગાઉ, અર્જુને હંગેરીના પીટર લેકો સામે સારીસ્પર્ધાત્મક ડ્રો રમી હતી,જ્યારે પ્રજ્ઞાનંધે રશિયાના ડેનિલડુબોવ સામે ડ્રો રમી હતી. તેવી જ રીતે, હરિ...

નવેમ્બર 12, 2025 8:13 પી એમ(PM)

views 17

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે કહ્યું, ભારત કેનેડા સાથેની દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા આતુર

વિદેશમંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે કેનેડામાં જી-7 દેશના વિદેશ મંત્રીઓની બેઠકથી અલગ કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જયશંકરે આ આયોજનની યજમાની બદલ સુશ્રી આનંદને શુભેચ્છાઓ પાઠવી અને નવી વ્યૂહરચના 2025ના અમલીકરણમાં થયેલા વિકાસની પ્રશંસા કરી. તેમણે કહ્...