નવેમ્બર 12, 2025 7:59 પી એમ(PM)

views 20

આરોગ્ય મંત્રાલયે વાયુ પ્રદૂષણ અંગે માર્ગદર્શિકા જાહેર કરી

આરોગ્ય મંત્રાલયે આજે રાષ્ટ્રીય આબોહવા પરિવર્તન અને માનવ આરોગ્ય કાર્યક્રમ હેઠળ વાયુ પ્રદૂષણ અંગે આરોગ્ય માર્ગદર્શિકા જાહેર કરી. તેમાં શહેરી ક્ષેત્રમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હૉસ્પિટલ્સ અને મેડિકલ મહાવિદ્યાલયોમાં છાતીનું દવાખાનું બનાવવા આહ્વાન કરાયું છે. આ દવાખાનું વાયુ પ્રદૂષણ દરમિયાન દરરો...

નવેમ્બર 12, 2025 7:58 પી એમ(PM)

views 27

તાઈવાનમાં ફન્ગ-વૉન્ગ વાવાઝોડું આવતા પહેલા આઠ હજાર 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

તાઈવાનમાં આજે ફન્ગ-વૉન્ગ વાવાઝોડું આવતા પહેલા આઠ હજાર 300થી વધુ લોકોને સલામત સ્થળ પર મોકલાયા. વાવાઝોડાના કારણે તાઈવાનના પૂર્વ કાંઠા પર ભારે વરસાદથી પૂર આવતાં 51 લોકો ઇજાગ્રસ્ત થયા. જ્યારે ઘરો અને માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. બંદર શહેર સુઆઓમાં એક હજારથી વધુ ઘર પાણીમાં ડૂબી ગયા છે. અહીં ગઈકાલે વિક્રમજન...

નવેમ્બર 12, 2025 7:55 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગૈબોરોનમાં બોત્સવાનાના રાષ્ટ્રપ્રમુખ ડૂમા બોકો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે ગૈબોરોનમાં બોત્સવાનાના રાષ્ટ્રપ્રમુખ ડૂમા બોકો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો. તેમજ પરસ્પર હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને નેતાએ વેપાર અને રોકાણ, ખેતી, આરોગ્ય, સંરક્ષણ, ખાણકામ, કૌશલ્ય વિકાસ અને ડિજિટલ ટેક્નોલૉજીમાં સહકાર વધારવા અંગે સંમતિ વ્યક્...

નવેમ્બર 12, 2025 7:53 પી એમ(PM)

views 13

ભૂતાનથી પરત આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકનાયક જયપ્રકાશ નારાયણ હૉસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમવારે દિલ્હી વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી ભૂતાનના બે દિવસના પ્રવાસ બાદ વિમાનમથકથી સીધા જ હૉસ્પિટલ પહોંચ્યા હતા. શ્રી મોદીએ ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી અને તેઓ ઝડપથી સાજા થાય ત...

નવેમ્બર 12, 2025 7:25 પી એમ(PM)

views 17

રાજ્યમાં 18 નવેમ્બર સુધી બેવડી ઋતુનો અનુભવ થશે

રાજ્યમાં 18 નવેમ્બર સુધી સંપૂર્ણ સૂકું વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બપોરના સમયે ગરમીનો અનુભવ થશે, જ્યારે રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન વિભાગના નિયામક ડૉ એ કે દાસે જણાવ્યું, આગામી દિવસોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધવાની સંભાવના છે.

નવેમ્બર 12, 2025 7:21 પી એમ(PM)

views 14

ભરૂચના વાગરામાં બોઇલરમાં વિસ્ફોટ થતાં 3 લોકોના મોત

ભરૂચ જિલ્લાના વાગરામાં બોઇલરમાં વિસ્ફોટથી થતાં 3 લોકોના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે કે સાયખા GIDC વિસ્તારમાં વિશાલ ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની હતી જેમાં 24 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થત...

નવેમ્બર 12, 2025 7:20 પી એમ(PM)

views 18

રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી 247 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી પકડી

રાજ્યના સાયબર ગુના વિભાગે પાટણમાંથી બે આરોપીની ધરપકડ કરી 247 કરોડ રૂપિયાનું સાયબર છેતરપિંડી પકડી છે. આરોપીઓ બે નકલી એકાઉન્ટ બનાવી છેતરપિંડી આચરતા હતા. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક વિકાસ ભેડાએ માહિતી આપતા જણાવ્યું, આ મામલે રાજ્યમાં 47 કેસ નોંધાયા છે અને 24 જેટલા મ્યુલ એકાઉન્ટ પકડ...

નવેમ્બર 12, 2025 7:19 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને દેશના ટકાઉ વિકાસ માટે કાયદાના શાસનને મહત્વનો સ્તંભ ગણાવ્યો. સાથે જ તેમણે ડિજિટલ ફેરફાર થકી દેશમાં આવેલા પરિવર્તનની પણ રૂપરેખા આપી. ગાંધીનગરમાં ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે નૉટરી તરીકે પસંદગી પામેલા એક હજાર 500થી વધુ ઍડ્વોકેટ્સને પ્રમાણપત્ર એનાયત સમારોહને સંબ...

નવેમ્બર 12, 2025 7:17 પી એમ(PM)

views 14

લોકોની રજૂઆતો સાંભળવા સોમવાર અને મંગળવારને ફરજિયાત આરક્ષિત કરવા મંત્રીઓને મુખ્યમંત્રીની સૂચના

અનિવાર્ય સંજોગો સિવાય સોમવાર અને મંગળવારને ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા રાજ્યના મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. ગાંધીનગર ખાતે આજે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સોમવાર અને મંગળ...

નવેમ્બર 12, 2025 5:01 પી એમ(PM)

views 20

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ “અર્ધ શતાબ્દી મહોત્સવ” અને”દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ "અર્ધ શતાબ્દી મહોત્સવ" અને"દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર" કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ ગ્રામજનોને દર વર્ષે એક સામાજિક સંકલ્પ લેવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ દ્વારા દેશ ...