ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

હોસ્પિટલોએ “અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે

તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ “અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે.

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા દર્દીઓને ફરજ પાડી શકશે નહીં.