ડિસેમ્બર 14, 2024 3:04 પી એમ(PM)

views 22

હોસ્પિટલોએ “અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે

તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને આ હોસ્પિટલના દર્દીઓએ “અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર હેમંત કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા દર્દીઓને ફરજ પાડી શકશે નહીં.

ઓક્ટોબર 6, 2024 7:11 પી એમ(PM)

views 27

પંચમહાલ: મુખ્યમંત્રીએ ઓરવાડામાં આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનો પ્રારંભ કરાવ્યો

‘વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટે જનઆરોગ્ય સુખાકારી એ અગત્યનું પાસું છે.’ પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ઓરવાડા ખાતે આરોગ્યમ્ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ અને આયુષ્માન યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ‘યોગ અને પર્યાવરણ આધારિત જીવનશૈલી અને શ્રીઅન્ન જેવા સ્વાસ્થ્યવર્ધક અભિયાન દ્વારા પ્રધાનમંત્રીએ નાગરિકોને આરોગ્ય રક્ષાકવચ આપ્યું છે.’ શ્રી પટેલે કહ્યું કે, ‘રાજયના આદિવાસી બહુલ વિસ્તારોમાં અદ્યતન હૉસ્પિટલો સાથે આરોગ્ય મહાવિદ્યાલયો પણ શરૂ કર...