પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિભાજનકારી તત્વોને હરાવવા માટે એક રહેવાની અપીલ કરી છે. પ્રભાસ પાટણમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ” નિમિત્તે દેશવાસીઓને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા અને વિકસિત ભારત માટે ખભાથી ખભો મિલાવીને ચાલવા આહ્વાન કર્યું.
પ્રધાનમંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વને અતૂટ આસ્થા અને સમર્પણનો પર્વ ગણાવ્યો. તેમણે કહ્યું, આ માત્ર ઐતિહાસિક વૈભવનું જ પ્રતીક નહીં, પરંતુ તે સોમનાથ મંદિરની અનંત યાત્રાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની તક પણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આપણી સભ્યતા આપણને બીજાને હરાવવાનું નહીં, પરંતુ સંતુલિત જીવન જીવવાનું શીખવે છે. સોમનાથ આપણને પ્રેમનો સંદેશ આપે છે તેમ પણ શ્રી મોદીએ ઉંમેર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, અનેક હુમલાઓ બાદ પણ સોમનાથ મંદિર અકબંધ રહ્યું અને ઘણી વખત તેનું પુનઃનિર્માણ પણ કરાયું છે.
Site Admin | જાન્યુઆરી 11, 2026 7:30 પી એમ(PM) | #aakahvani #aakashvaninews | narendramodi
પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા – પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રેમનો સંદેશ આપનારું મંદિર ગણાવ્યું