ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 27, 2024 7:10 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રી

printer

શહેર જેવી જ સુવિધા ગામડામાં મળતી હોવાથી અહીંના લોકો હવે શહેર તરફ ઓછા જઈ રહ્યા છે :કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા

શહેર જેવી જ સુવિધા ગામડામાં મળતી હોવાથી અહીંના લોકો હવે શહેર તરફ ઓછા જઈ રહ્યા છે, તેમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ભાવનગરમાં પાલિતાણાની દેદરડા પ્રાથમિક શાળાની ઇમારતના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત શ્રી માંડવિયાએ ઉંમેર્યું, સુખી અને આરોગ્યપ્રદ જીવન ગામડાઓમાં જ મળી રહે છે.
શ્રી માંડવિયાએ કહ્યું, આ ગામની શાળામાં અભ્યાસ કરીને હાલ સરકારી સેવામાં ફરજ બજાવતા તેમ જ વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમ જ દાતાશ્રીઓના સહયોગ થકી દેદરડા ગામ વિકાસમાં અગ્રેસર બન્યું છે. લોકોના સાથ અને સહકારથી આવનારા દિવસોમાં દેદરડા ગામ આદર્શ ગામ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
. .