ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

વિસનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગરબાનો પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાય તે હેતુથી સંસ્થા દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે 360 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે મદદ પહોંચાડવામાં આવી છે.