ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

લોથલ: CM ભૂપેન્દ્ર પટેલે દેશના પ્રથમ NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ, NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ નિર્માણના પ્રથમ તબક્કા હેઠળ ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
ગુજરાતની પ્રાચીન ભવ્ય સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને વિરાસત ભી વિકાસ ભી સાકાર કરવાની નેમ પાર પડશે. NMHCનો પહેલો તબ્બકો હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે.
આ ગેલેરીમાં INS નિશાંક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.