ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 15, 2024 7:40 પી એમ(PM) | GST

printer

રાજ્યના GST સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનનો પ્રારંભ

રાજ્યના GST સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનનો પ્રારંભ થયો છે.
અમદાવાદ ખાતેથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશન માટેની ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો.
રાજ્ય કર ભવન, અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા શ્રી દેસાઇએ જણાવ્યું કે, આ સેવાની શરૂઆત થતાં નવા નોંધણી નંબર મેળવવા ઇચ્છતા અરજદારોને રૂબરૂ બોલાવીને તેઓના પુરાવાઓની ખરાઈ કરીને નોંધણી નંબર આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, ફેસ ઓથેન્ટિકેશન દ્વારા GST નોંધણી સાથે સંકળાયેલી ગેરરીતિઓ અને બોગસ બિલિંગની પ્રવૃત્તિઓને ડામવામાં સફળતા મળશે. અને અરજદારોને હવે ઝડપથી અને સરળતાથી GST નોંધણી નંબર મળશે.