ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે :અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન

અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે.શ્રી પાસવાને આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ફુડ એન્ડ હોસ્પિટાલિટી ફેર- AAHARની 39મી આવૃત્તિનાં પ્રારંભિક સત્રનું ઉદઘાટન કર્યું હતું. શ્રી પાસવાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નજીકનાં ભવિષ્યમાં વિશ્વનાં દરેક અનાજ બજારમાં ઓછામાં ઓછી એક ભારતીય ખાદ્ય ચીજ રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ભારતનાં અભિગમને સાકાર કરવા માટે તમામ હિતધારકોની ભૂમિકા મહત્વની છે. આહાર મેળાની વિગતો આપતા ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપસિંહ ખારોલાએ જણાવ્યું કે, આવર્ષે મેળામાં 22 દેશોમાંથી 1 હજાર 700થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, પાંચ દિવસનાં આ મેળામાં એક લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી સંભાવના છે.