ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

બનાસકાંઠા: સૂઈગામમાં બુટ કેમ્પનું સમાપન, વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમથી માહિતગાર કરાયા

બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગુજરાત પ્રવાસન અને સરહદ સુરક્ષા દળ-BSF દ્વારા આયોજિત ત્રણ દિવસીય બુટ કેમ્પનું આજે સમાપન થયું. આઠમા તબક્કાની આ શિબિરમાં રાજસ્થાનની એક શાળાના 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને સરહદ વ્યવસ્થાપન અને શિસ્તના પરિચય સાથે લશ્કરી તાલીમની મૂળભૂત બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તેઓને ઉપરાંત શારીરિક તાલીમ, યોગ, રૂટ માર્ચ, શસ્ત્રોનું સંચાલન સહિતની તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ નડાબેટની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલ દેશના યુવાનોમાં જુસ્સો, શિસ્ત અને નેતૃત્વ કેળવવા માટે BSFની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે .