ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુકાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ શ્રીનગરથી લેહ થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે. લગભગ 12 કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ 2 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં સોનમર્ગ મુખ્ય ટનલ, બહાર નીકળવાની ટનલ અને એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ટનલને કારણે ભુસ્ખલન અને હિમશીલાથી અસરગ્રસ્ત રોડને બાયપાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્વના લડાખ પ્રાંત સુધી વિના વિધ્ને પહોંચી શકાશે.
આ ટનલને કારણે સમગ્ર વર્ષ દરમિયાન સોનમર્ગમાં પ્રવાસન ચાલુ રહેશે, જે શિયાળુ પર્યટન, એડવન્ચર સ્પોર્ટ્સ અને સ્થાનિક લોકોની રોજગારીને પ્રોત્સાહન આપશે.
આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી, વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડોક્ટક જીતેન્દ્ર સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્ય મંત્રી અજય ટમટા, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબદુલ્લા પણ ઉપસ્થિત રહેશે.