ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે.
પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે રવાના થયા છે. અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં તેઓ ભાગ લેશે. આ પ્રસંગે તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને અન્ય મહાનુભાવો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
ત્યાર બાદ તેઓ ન્યૂયોર્કમાં 22મી સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં ત્યાં વસતા ભારતીયો સાથે સંવાદ કરશે. તેઓ અમેરિકાની અગ્રણી કંપનીઓના વડાઓ સાથે પણ ઉદ્યોગ ક્ષેત્રનો સહકાર વધારવા અંગે ચર્ચા વિચારણા કરશે. અમેરિકાની મુલાકાતના અંતિમ દિવસે તેઓ ન્યૂયોર્કમાં રાષ્ટ્રસંઘની મહાસભામાં યોજાનાર આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે.