પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે રાજસ્થાનના બીકાનેર ખાતેથી વર્ચ્યૂઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશનાં 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, જેમાં રાજ્યનાં 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે. અંદાજે 160 કરોડ રૂપિયાના ખર્ચથી પુનઃવિકસિત કરાયેલા રાજ્યના આ સ્ટેશનોમાં ભવ્ય પ્રવેશદ્વાર, આધુનિક પ્રતીક્ષા ખંડ, અત્યાધુનિક લાઈટ, ડિજિટલ માહિતી વ્યવસ્થા અને દિવ્યાંગજનો માટેની અનુકુળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 10 કરોડ 55 લાખ રૂપિયાનાં ખર્ચે લીંબડી રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરમસદ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
જામનગરથી 26 કિલોમીટરના અંતરે આવેલાં કાનાલુસ જંકશનનું પણ ઉદ્ઘાટન થશે. આ સ્ટેશન નિયમિત મુસાફરોને કાર્યસ્થળે અવરજવર કરવા અને આસપાસના ઔદ્યોગિક પરિદ્રશ્યને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કાનાલુસ સ્ટેશન પરથી નિયિમિત મુસાફરી કરતા પ્રવાસી મુકુંદભાઇ ધણધે સ્ટેશનનાં પુનઃનિર્માણ અંગે આ રીતે આનંદ વ્યક્ત કર્યો
Site Admin | મે 22, 2025 11:17 એ એમ (AM) | amritstation | narendramodi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યનાં 18 સહિત દેશના 103 અમૃત સ્ટેશનોનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કરશે
