પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં જનસભાને સંબોધશે. આ રેલી દ્વારા ભાજપ સોનીપત, રોહતક અને પાણીપતમાં આવતા 22 વિધાનસભા ક્ષેત્રોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આજની રેલીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હરિયાણાના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જંગી જીત સુનિશ્ચિત કરવાનું મન બનાવી લીધું છે.
શ્રી મોદીએ આ મહિનાની 14 તારીખે કુરુક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે 90 સભ્યોની હરિયાણા વિધાનસભા માટે 5મી ઓક્ટોબરે મતદાન થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.