ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન બનશે

દિલ્હી ખાતે આ વર્ષનાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરવામાં આવશે. તેમાં બંધારણ લાગુ થયાના 75 વર્ષ અને જનભાગીદારી પર વિશેષ રૂપથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રાબોવો સુબિયાન્તો પરેડના મુખ્ય મહેમાન રહેશે.
સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે જણાવ્યું કે, કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની સાથે-સાથે ઇન્ડોનેશિયાનાં 160 સભ્યોની કૂચ ટુકડી અને 190 સભ્યોની બેન્ડ ટીમ પણ ભાગ લેશે. તેમણે જણાવ્યું કે, વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોનાં 31 ટેબ્લો ‘સ્વર્ણિમ ભારતઃ વિરાસત ઔર વિકાસ’નો વિષયવસ્તુ રજૂ કરશે.