ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ.
વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસ જવાના છે.
જયદીપ મઝૂમદારે વધુમાં જણાવ્યું હતું કે, લાઓસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન દેશોના વડાઓ સાથે પ્રાદેશિક અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે.