ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પાંચ વર્ષમાં ખાદ્ય-પીણાં, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચશે : પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ભારતની ખાદ્ય અને પીણા, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની સંયુક્ત નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડસફૂડ પ્રદર્શનમાં બોલતા, તેમણે કહ્યું કે આ લક્ષ્ય 14 થી 15 ટકાના વિકાસ દર સાથે પ્રાપ્ત કરી શકાય છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર ખાદ્ય અને પીણા ક્ષેત્રને ઘણી સહાય આપી રહી છે અને હવે આ ક્ષેત્રમાં 100 ટકા FDI ને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, કૃષિ ક્ષેત્રને ટકાઉ બનાવવું એ સરકારની પ્રાથમિકતા છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારતીય કંપનીઓને નવીનતા અને વધુ સારા પેકેજિંગમાં રોકાણ કરવા પણ અપીલ કરી.