ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત  પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી આજે યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં પરીક્ષા પેર ચર્ચા કાર્યક્રમનું વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાતમાં  ધોરણ 10 અને 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના કુલ 14 લાખ 30 હજાર વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6 થી 12 સુધીના વર્ગોના કુલ 61 લાખ 49 હજાર 343 વિદ્યાર્થીઓ તેમની આગામી પરીક્ષાઓના સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મેળવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા સાથે શાળા પરિસરમાં પરીક્ષા પે ચર્ચા સંવાદ-માર્ગદર્શનનું
પ્રસારણ નિહાળશે.આ કાર્યક્રમ માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓ-નગરોના 40 હજાર વાલીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.