ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

દિવાળી અને છઠ પૂજા દરમિયાન ST વિભાગ બીજી નવેમ્બર સુધી વધારાની 2200 બસ દોડાવશે

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના એસ.ટી. વિભાગ દ્વારા વધુ 2,200 બસ દોડાવીને આઠ હજાર વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. મુસાફરો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકે તે માટે એસ.ટી. વિભાગના 11 હજાર જેટલા કર્મચારીઓ ફરજ પર હાજર છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પણ એસ.ટી. નિગમના તમામ કર્મચારીઓને તેમની સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી લાભપાંચમથી અગિયારસ દરમિયાન પણ વધારાની ટ્રીપનું સંચાલન કરાશે.

રાજ્યના નાગરિકોને ઘરઆંગણે જ બસ સેવા ઉપલબ્ધ થાય તે માટે “એસટી આપને દ્વારે” પ્રૉજેક્ટ અમલમાં મુકાયો છે. આ પ્રૉજેક્ટ હેઠળ પાંચ દિવસમાં 289 બસના બુકિંગ થયા છે, જેમાં ચાર હજાર લોકોએ આ સેવાનો લાભ લીધો છે અને 11 હજાર જેટલા લોકો દિવાળી અને નૂતન વર્ષના દિવસે ઘરઆંગણે બસ સુવિધાનો લાભ લેશે.