માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે આબોહવા પરિવર્તન અને તાપમાનમાં વધારો ભવિષ્યની પેઢીઓ માટે ગંભીર ખતરો છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં ભારતને કાર્બન સંતુલિત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
નવી દિલ્હીમાં 20મા વૈશ્વિક પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે કાર્બન ઉત્સર્જન અને કાર્બન શોષણ વચ્ચે સંતુલન જરૂરી છે. કોઈપણ દેશ કે સમાજ માટે પર્યાવરણ, ઇકોસિસ્ટમ, જીવનશૈલી અને અર્થતંત્ર વચ્ચે અનુકૂળ સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 8:42 એ એમ (AM) | Nitin Gadkari
તાપમાનમાં વધારો ભવિષ્યની પેઢીઓ માટે ગંભીર ખતરો : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
