સપ્ટેમ્બર 3, 2025 8:42 એ એમ (AM)

views 18

તાપમાનમાં વધારો ભવિષ્યની પેઢીઓ માટે ગંભીર ખતરો : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે આબોહવા પરિવર્તન અને તાપમાનમાં વધારો ભવિષ્યની પેઢીઓ માટે ગંભીર ખતરો છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં ભારતને કાર્બન સંતુલિત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. નવી દિલ્હીમાં 20મા વૈશ્વિક પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે કાર્બન ઉત્સર્જન અને કાર્બન શોષણ વચ્ચે સંતુલન જરૂરી છે. કોઈપણ દેશ કે સમાજ માટે પર્યાવરણ, ઇકોસિસ્ટમ, જીવનશૈલી અને અર્થતંત્ર વચ્ચે અનુકૂળ સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નવેમ્બર 9, 2024 6:39 પી એમ(PM)

views 20

માર્ગોની સલામતીને ધ્યાનમાં રાખીને ત્રણ નવી માર્ગદર્શક રૂપરેખા અને મેન્યુઅલ જાહેર

કેન્દ્ર સરકારે માર્ગોની સલામતીને ધ્યાનમાં રાખીને ત્રણ નવી માર્ગદર્શક રૂપરેખા અને મેન્યુઅલ જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ગઈકાલથી શરૂ થયેલ ભારતીય માર્ગ સંસ્થાના ચાર દિવસીય વાર્ષિક સંમેલનમાં ઉદઘાટન સત્રમાં માર્ગદર્શક રૂપરેખાની જાહેરાત કરી હતી. ચાર દિવસ ચાલનાર આ સંમેલનમાં વિવિધ સત્રોમાં 18થી વધુ દસ્તાવેજો અંગે ચર્ચા વિચારણા કરાશે. દેશભરના બે હજારથી વધુ નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો અને ઇજનેરો આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. સંમેલનમાં આજે બીજા દિવસે ધોરીમાર્ગ સંશોધન બ...