ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 11, 2024 4:16 પી એમ(PM) | જમ્મૂ કાશ્મીર

printer

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળોએ આ મામલે 20 લોકોની અટકાયત કરી છે.
કઠુઆ, ભાડેરવાહ, ઉધમપુર આસપાસના વિસ્તારોમાં મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. પોલીસ, સેના અને અર્ધ લશ્કરી દળોની સંયુક્ત ટીમો હુમલા આસપાસના જંગલોમાં સઘન તપાસ કરી રહ્યા છે.
ઉધમપુર, સામ્બા, રાજૌરી અને પૂંછના જંગલીય વિસ્તારોમાં સેના અને પોલીસની ટુકડીઓ તૈનાત કરાઈ છે. સાંબાના લાલ ચાક, રાજૌરીના મન્જાકોટ અને પૂંછના સુરાનકોટમાં પણ તપાસ અભિયાન શરૂ કરાયું છે. આ તપાસ દળો હેલિકોપ્ટર અને UAV સર્વેલન્સ, ઉપરાંત સ્નીફર ડોગ અને મેટલ ડિટેક્ટર જેવા સાધનો સાથે ગાઢ જંગલોમાં સઘન તપાસ કરી રહ્યા છે.