સપ્ટેમ્બર 26, 2024 7:30 પી એમ(PM)

views 25

જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે

જમ્મૂ કાશ્મીરમાં પહેલી ઑક્ટોબરના રોજ ત્રીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે. જેમાં જમ્મૂ જિલ્લાની 11 વિધાનસભા બેઠકો માટે 12 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સરળ અને પારદર્શક મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી પંચે 1 હજાર 492 મતદાન કેન્દ્રો ઉભા કર્યા છે, જેમાંથી 609 શહેરી તેમજ 885 ગ્રામીણ વિસ્તારમાં ઉભા કરાયા છે. મતદારોની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા દિવ્યાંગો માટે ખાસ મતદાન કેન્દ્રો, મહિલાઓ માટે અલગથી, ઉપરાંત હરિયાળા મતદાન કેન્દ્રો સહિતના વિવિધ મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે. આ તબક્કામાં અંદા...

ઓગસ્ટ 16, 2024 2:19 પી એમ(PM)

views 18

જમ્મૂ કાશ્મીર પોલીસે 8 જિલ્લાઓમાં, 19 જેટલા આતંકવાદ પ્રતિભાવ એકમો શરૂ કર્યા

જમ્મૂ કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિઓને જોતા જમ્મૂ કાશ્મીર પોલીસે 8 જિલ્લાઓમાં, 19 જેટલા આતંકવાદ પ્રતિભાવ એકમો શરૂ કર્યા છે. જમ્મૂ કાશ્મીરના અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે, આ એકમો નવા સંસાધનો અને તાલીમબદ્ધ પોલીસકર્મીઓથી સજ્જ હશે. જેનો હેતુ જમ્મૂ પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટડો લાવવાનો છે. આ દરેક એકમનું નેતૃત્વ જિલ્લામાં કાયમી ધોરણે નિયુક્ત કરાયેલા નાયબ પોલીસ અધિક્ષક કરશે. આ એકમો આતંકવાદ વિરોધી કામગીરી કરવા માટે જવાબદાર રહેશે સાથે જ રોજિંદા જીવનમાં કાયદા અને વ્યવસ્થાનું ધ્યાન રાખશ...

ઓગસ્ટ 5, 2024 2:37 પી એમ(PM)

views 23

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબુદ થયાને પાંચ વર્ષ પૂર્ણ, સુરક્ષાને જોતા અમરનાથ યાત્રા સ્થગિત

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબુદ થયાને આજે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સુરક્ષાને જોતા અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આકાશવાણી જમ્મૂના અમારા સંવાદાતા જણાવે છે કે ગુપ્તચર સંસ્થા દ્વારા મળેલી માહિતીને ધ્યાને લેતા જમ્મૂના ભગવતીનગર બેઝ કૅમ્પથી યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. જમ્મૂના અખનૂર જિલ્લામાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. દરમિયાન ભાજપે આરએસ પુરામાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે.

જુલાઇ 11, 2024 4:16 પી એમ(PM)

views 26

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા આતંકી હુમલા સામેની જવાબી કાર્યવાહી રૂપે કાશ્મીરમાં મોટાપાયે તપાસ ચાલી રહી છે. સુરક્ષા દળોએ આ મામલે 20 લોકોની અટકાયત કરી છે. કઠુઆ, ભાડેરવાહ, ઉધમપુર આસપાસના વિસ્તારોમાં મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. પોલીસ, સેના અને અર્ધ લશ્કરી દળોની સંયુક્ત ટીમો હુમલા આસપાસના જંગલોમાં સઘન તપાસ કરી રહ્યા છે. ઉધમપુર, સામ્બા, રાજૌરી અને પૂંછના જંગલીય વિસ્તારોમાં સેના અને પોલીસની ટુકડીઓ તૈનાત કરાઈ છે. સાંબાના લાલ ચાક, રાજૌરીના મન્જાકોટ અને પૂંછના સુરાનકોટમાં પણ તપાસ...