ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા ખાતાધારકોને રાહત મળી છે.. પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેની તેમની નિતીમાં પણ સુધારો કર્યો છે.
વધુમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42 ટકા છે, જે 2023માં માત્ર 17.93 ટકા હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ અંદાજે 115 કરોડ રૂપિયા છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ અંદાજે 53 કરોડ છે.
શ્રી સંઘવીએ કહ્યું કે, જે વ્યક્તિઓને એવુ લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે, તેમણે સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે રજૂઆત કરવી પડશે. અરજીના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને અનફ્રીઝ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે..