ઓગસ્ટ 2, 2024 7:54 પી એમ(PM)

views 25

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં આજે લોકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતતા લાવવાના ઉદ્દેશ્યથી અનેક જિલ્લાઓમાં પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને ટોલ ફ્રી નંબર–૧૯૩૦ પર તુરંત સંપર્ક કરવા જણાવ્યું. વધુમાં તેમણે મોબાઇલ પર પોતાના કોઇપણ પ્રકારના બેંક ખાતા કે અન્ય નાણાંકીય વિગતો ન આપવા લોકોને અનુરોધ કર્યો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં 'સાયબર સંવાદ' યોજાયો. અહીં ઉપસ્થિત સોશિયલ મીડિયાથી પ્રભાવિત યુવાનોને એક...

ઓગસ્ટ 2, 2024 7:48 પી એમ(PM)

views 27

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા

ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28 હજાર બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા ખાતાધારકોને રાહત મળી છે.. પોલીસે બેંક ખાતા ફ્રીઝ કરવા અંગેની તેમની નિતીમાં પણ સુધારો કર્યો છે. વધુમાં ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42 ટકા છે, જે 2023માં માત્ર 17.93 ટકા હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ અંદાજે 115 કરોડ રૂપિયા છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ અંદાજે 53 કર...