કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ ઉપયોગમાં લેવાતા એલઇડી બલ્બના કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર 800 કરોડ યુનિટ વીજળીની બચત થઇ છે તેમજ 4 કરોડ ટન કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાયું છે.
કેન્દ્રિય વીજ રાજયમંત્રી શ્રીપાદ નાઇકે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાના કારણે દર વર્ષે 19 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત શક્ય બની છે. તેમણે કહ્યું કે, ઉજાલા યોજના હેઠળ ઉર્જા કાર્યક્ષમ સેવા સંસ્થાએ 37 કરોડ એલઇડી બલ્બ, 77 લાખથી વધુ એલઇડી ટ્યુબ અને 24 લાખ ઉર્જા કાર્યક્ષમ પંખાઓનું વિતરણ દેશભરમાં કર્યું છે.
Site Admin | નવેમ્બર 28, 2024 7:59 પી એમ(PM) | ઉજાલા યોજના
કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ ઉપયોગમાં લેવાતા એલઇડી બલ્બના કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર 800 કરોડ યુનિટ વીજળીની બચત થઇ છે તેમજ 4 કરોડ ટન કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાયું છે
