સપ્ટેમ્બર 13, 2024 9:40 એ એમ (AM) | કેન્દ્રીય મંત્રી

printer

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે. આ વિશેષ ઝુંબેશનો હેતુ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં સંતૃપ્તિનાં અભિગમ સાથે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવાનો છે. સરકારે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને વિલંબ ઘટાડવા માટે દર વર્ષે 2થી 31 ઓક્ટોબર દરમિયાન વિશેષ ઝુંબેશ ઉજવવાનું નક્કી કર્યું છે. આની તૈયારી રૂપે 16 થી 30 સપ્ટેમ્બર સુધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.