ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 27, 2024 7:46 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રી

printer

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આજે બાંગલાદેશમાં હિંદુઓ પર હુમલાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આજે બાંગલાદેશમાં હિંદુઓ પર હુમલાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી છે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે આ ઘટના પ્રતિબિંબિત કરે છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર કટ્ટરવાદીઓની પકડમાં છે. તેમણે કહ્યું કે, આવા હુમલા માનવતા વિરુદ્ધ છે. તેમણે આ મામલે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગાતા રેએ કહ્યું કે, બાંગ્લાદેશમાં જે પણ થાય છે તેની અસર પશ્ચિમ બંગાળ પર પડે છે. તેમણે કહ્યું કે ઈસ્કોનના વડાની ધરપકડ ગેરવાજબી છે. શ્રી રેએ કહ્યું, ભારતે આ મામલે રાજદ્વારી રીતે હસ્તક્ષેપ કરવો જોઈએ.