રાજ્ય સરકારે આગામી 30 જૂન સુધી નર્મદાનું 30 હજાર 689 મિલિયન ક્યૂબિક ફિટ- MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14 હજાર 539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16 હજાર 150 MCFT પાણી અપાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જ્યારે નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્ધવહન પાઈપલાઈન મારફતે ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવ અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડીંગ નહેલથી આ પાણી પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર અપાશે. ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવ અને એક હજાર 820 ચેકડેમમાં નર્મદા જળ પહોંચાડવામાં આવશે. આના કારણે 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
Site Admin | મે 21, 2025 8:14 પી એમ(PM) | sujlam suflam yojna
આગામી 30 જૂન સુધી નર્મદાનું 30 હજાર 689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવાશે