ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 28, 2025 6:39 પી એમ(PM) | રિઝર્વ બેંકે

printer

રિઝર્વ બેંકે પહેલી  મે થી મફત માસિક ઉપયોગ ઉપરાંત ATM રોકડ ઉપાડ પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી

રિઝર્વ બેંકે પહેલી  મે થી મફત માસિક ઉપયોગ ઉપરાંત ATM રોકડ ઉપાડ પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે, જે ફી 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી વધારી છે.ગ્રાહકો તેમની પોતાની બેંકના ATM માંથી દર મહિને પાંચ મફત વ્યવહારો  કરી શકે છે. તેઓ અન્ય બેંકોના ATM માંથી પણ મફત વ્યવહારો કરી શકે  છે.મેટ્રો સેન્ટરોમાં ત્રણ વ્યવહારો અને નોન-મેટ્રો સેન્ટરોમાં પાંચ. “મુક્ત વ્યવહારો ઉપરાંત, ગ્રાહક પાસેથી  ટ્રાન્ઝેક્શન દીઠ મહત્તમ 23 રૂપિયા ફી વસૂલવામાં આવી શકે છે. જેપહેલી  મે 2025 થી અમલમાં આવશે, RBI એ એક પરિપત્રમાં જણાવ્યું છે. હાલમાં, ગ્રાહક દ્વારા મફત વ્યવહાર મર્યાદા પૂર્ણ થયા પછી બેંકોને ટ્રાન્ઝેક્શન દીઠ  21 રૂપિયા વસૂલવાની મંજૂરી છે.