માર્ચ 25, 2025 1:54 પી એમ(PM) | છત્તીસગઢ

printer

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજેસુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર મરાયા.અહેવાલો અનુસાર, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદે આવેલા જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન આજે સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ સ્થળ પરથી માઓવાદીઓના મૃતદેહ, શસ્ત્રો અને દારૂગોળાનો મોટો જથ્થો કબજે કર્યો છે.
વિસ્તારમાં હજુ પણ શોધ અભિયાન ચાલુ છે.