ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે.
આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝોસ્ટ ફેન સાથે હેચ તેમજ ઇમરજન્સી એક્ઝીટ ડોર જેવી આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે તેમજ તેઓની જનસુખાકારીમાં વધારો થવા પામશે.
ઉપરાંત રાજકોટ વિભાગીય કચેરી ખાતે કામકાજ અર્થે આવનાર જાહેર જનતા અને ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપ ખાતે કરવામાં આવતા નિગમની બસોના મેન્ટેનન્સની સુવિધામાં તેમજ બંને સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની સુવિધામાં વધારો થશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.