ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે. આ સંવાદનો ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. તેઓ અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે. આ દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મોદી આજે  કૃત્રિમ બુદ્ધિમતા  એક્શન સમિટની સહ-અધ્યક્ષતા  કરશે . આ પરિષદનો ઉદ્દેશ્ય કૃત્રિમ બુદ્ધિમત્તાના ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવાની સાથે જવાબદાર કૃત્રિમ બુધ્ધિમતાના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

દરમિયાન ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પેરિસના ભારતીય સમુદાયના લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. અને મોદી-મોદીના નારા લગાવીને અને ત્રિરંગો લહેરાવીને પ્રધાનમંત્રીના આગમનની ઉજવણી કરી હતી.

પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર ભારતીય સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમની લાગણીઓ પર ગર્વ વ્યક્ત કર્યો. બાદમાં પ્રધાનમંત્રી મોદીએ AI સમિટમાં હાજરી આપનારા નેતાઓ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી. આ સમયગાળા દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડ વાન્સ સાથે પણ વાતચીત કરી.
ફ્રાન્સમાં આ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર બે દિવસ માટે અમેરિકાની મુલાકાતે જશે.