કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવથી ચાર દિવસમાં 12 લોકોના મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જ્યાં મોત થઇ રહ્યા છે, ત્યાં મૃતકના પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, એચ વન એન વન સ્વાઈન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેમજ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો સર્વેલંસ કરી રહી છે. તો સાથે જ રાજકોટ અને ગાંધીનગરથી પણ ટીમો સર્વે માટે તેમજ વધુ ચકાસણી માટે ત્યાં પહોંચી છે. ત્યાંનાં પીએચસી સેન્ટરના ડોક્ટરોને પણ ઓપીડી ચેકઅપ માટે કાર્યરત કરવામાં આવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:32 પી એમ(PM)
કચ્છના લખપત અને અબડાસામાં ભેદી તાવ બાબતે સર્વેલન્સ ટીમના અહેવાલ બાદ આવશ્યક કામગીરી કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હૈયાધારણ
