હવામાન વિભાગે આજે ઓડિશા, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, ઉત્તરીય આંતરિક કર્ણાટક, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન વરસાદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પશ્ચિમ અને પૂર્વીય રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ ગરમીનું મોજું ફરી વળશે. વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં ધૂળની આંધીની પણ આગાહી કરી છે.
Site Admin | એપ્રિલ 30, 2025 10:13 એ એમ (AM)
હવામાન વિભાગે આજે ઓડિશા, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી
