સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ થયો છે. થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં યોજાતા આ મેળામાં ચોટીલા ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ પશુ પ્રદર્શનનો રીબીન કાપી પ્રારંભ કરાવ્યો હતો અને પશુ પ્રદર્શન નિહાળી પશુપાલકો સાથે વાત કરી હતી. પશુપાલન ખાતાના અધિકારીઓએ પશુ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ જાત સહિતની બાબતો વગેરે અંગે બધાને માહિતગાર કર્યા હતા.
તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. અને પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે ૩૭ લાખ ૯૧ હજાર રૂપિયાના ૨૨૧ ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવશે. પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને એક લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૮થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 3:24 પી એમ(PM) | તરણેતર | મેળો
સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ
