ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 10:36 એ એમ (AM)

printer

સુરતમાં ગઈકાલે બે જગ્યાએ આગની ઘટના બની હતી

સુરતમાં ગઈકાલે બે જગ્યાએ આગની ઘટના બની હતી. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સચિન હોજીવાલા વિસ્તારની પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની મિલમાં આગનો બનાવ બન્યો હતો.
મિલમાં વિસ્ફોટથી શોર્ટ સર્કિટ થતાં મિલમાં પડેલા યાર્નના જથ્થામાં આગ લાગી હતી, જે બાજુમાં આવેલી અન્ય એક મિલમાં પ્રસરી હતી. બંને કંપનીમાં પડેલી વસ્તુ ખૂબ જ જ્વલનશીલ હોવાનાં કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. જોકે અગ્નિશમન દળની ત્રણથી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી.
બીજી તરફ ગભેણી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી. સદનસીબે આ બંને ઘટનામાં કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ