સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે.
આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમનો ભોગ બનતા લોકોએ પોલીસને ખુલ્લા મને પોતાની વાતો, મૂંઝવણ અને સાચી હકીકતો જણાવી દેવી જોઇએ, જેથી તેઓ ઝડપભેર કાર્યવાહી કરી શકશે. નાગરિકો સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સાયબર હેલ્પલાઈન નં. ૧૯૩૦ ઉપર કોલ કરીને સહાયતા મેળવવા સાથે ફરિયાદ કરી શકે છે.
ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરના ખૂણે ખૂણે સાયબર સંજીવની વેન ફરીને સાયબર ક્રાઈમથી બચાવવામાં મદદરૂપ બની રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:29 પી એમ(PM)
સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે “સાયબર સંજીવની ૩.૦” અભિયાનનો શુભારંભ
