ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 6, 2025 10:03 એ એમ (AM)

printer

સામાજિક સમાનતા તેમજ મહિલાઓ અને બાળકોના અધિકારોને કેન્દ્રમાં રાખીને U.C.C.નો મુસદ્દો તૈયાર કરાશે.

અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે સમાન નાગરિક સંહિતા- U.C.C. સમિતિ દ્વારા ગઈકાલે રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. દરમિયાન U.C.C સમિતિનાં અધ્યક્ષ રંજના દેસાઈએ જણાવ્યું કે, “રાજ્યમાં UCC અંગે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે. સમાજમાં સમાનતા તેમ જ મહિલાઓ અને બાળકોના અધિકારોને કેન્દ્રમાં રાખીને UCCનો મુસદ્દો તૈયાર કરાશે.”બેઠકમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો સહિતના વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના વિચાર અને સૂચન રજૂ કર્યાં હતાં. દરમિયાન શ્રીમતી દેસાઈ સહિત સમિતિના સભ્યોએ સૌને આગામી 24 માર્ચ પહેલા UCCના પોર્ટલ UCCGUJARAT.IN પર પોતાનાં સૂચન લેખિતમાં જણાવવા અને આવશ્યક દસ્તાવેજ અપલોડ કરવા અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ