સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવઈને દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક 14 મેથી અમલમાં આવશે. જસ્ટિસ ગવઈ દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બનશે. તેઓ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આવતા મહિનાની 13મી તારીખે પૂરો થઈ રહ્યો છે.
Site Admin | એપ્રિલ 30, 2025 10:10 એ એમ (AM)
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે
