લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ આજે બપોરે 12 વાગ્યે યુધ્ધ વિરામની સ્થિતિ યથાવત રહે અને આ સમજૂતીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ચર્ચા કરશે…ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું છે કે પાકિસ્તાન દ્વારા યુધ્ધની સ્થિતિનું નિર્માણ કરી દેવાયું છે..
ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, ડીજીએમઓએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી કેન્દ્રો પર થયેલા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.. પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય ચોકીઓને નિશાન બનાવવાના આશય સાથે ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ થઇ રહ્યો હોવાની માહિતી મળી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું
એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ, એર માર્શલ એકે ભારતીએ વાયુસેના દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે કહ્યું હતું કે પાકિસ્તાનના વિમાનોને સરહદની અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને કેટલાક વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા.ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવા માટે સમુદ્રમાં સજ્જ છે
Site Admin | મે 12, 2025 8:05 એ એમ (AM)
સરહદ પર યુધ્ધ વિરામની સ્થિતિને યથાવત રાખવાના સહિતના મુદ્દે ચર્ચા કરવા માટે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે આજે ચર્ચા
